મેઘરજના માલપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. માલપુરના ગોઢ કંપના તેમજ મેઘરજના કુંભેરા આસપાસ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. હકીકતમાં આસપાસના ડુંગરોમાં ખાબકેલા વરસાદનું પાણી સીધા લોકોના ખેતરોમાં ફરી વળ્યું હતુ. જેના કારણે ખેતરોમાં રહેલા સોયાબિન, મગફળી અને મકાઈના પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ભાણવડ તાલુકાનું એક ગામ એટલે રોજીવાળા ગામ જે હાલ ચર્ચામાં આવ્યું છે અહીં એક ખેડૂતે ખેતીમાં ડીઝલના વધતા જતા ભાવો સામે એક નવી પદ્ધતિ અપનાવી ખેતીમાં બચાવ કર્યો છે અહીંના ખેડૂતે મોટર સાયકલની (બાઈક) મદદની ખેતી શરૂ કરી છે અને ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે.